ભારત-અમેરિકા વેપાર કરારથી કોને કેટલો લાભ?

ભારતીય દવા, જ્વેલરી, કૃષિ ઉત્પાદનો પર અમેરિકામાં ઝીરો ટેરિફ

Thursday 12th February 2026 05:25 EST
 
 

ભારતીય પ્રોડક્ટ્સ પર અમેરિકામાં 18 ટકા ટેરિફ, જે હમણાં સુધી કુલ 50 ટકા હતો. તેમાં કપડાં, ચામડું અને ફુટવેર, પ્લાસ્ટિક અને રબર, કેમિકલ્સ, હોમ ડેકોર તેમજ હસ્તશિલ્પ ઉત્પાદનો વગેરે છે. આ ઉપરાંત ભારતની જેનેરિક દવાઓ, રત્નો તેમજ આભૂષણો, વિમાન અને વિમાનના સ્પેર પાર્ટ્સ પર અમેરિકન ટેરિફ નાબૂદ કરાશે. ફાર્મા પ્રોડક્ટ્સની વાત કરીએ તો 13 બિલિયન ડોલર (અંદાજે રૂ. 1.17 લાખ કરોડ)ની નિકાસ પર અમેરિકામાં કોઈ ટેરિફ લાગશે નહીં. ઓટો પાર્ટ્સ પર ભારતને ખાસ ક્વોટાનો લાભ મળશે. મતલબ કે નિર્ધારિત માત્રા સુધી ઓછો ટેક્સ લાગશે. જોકે તે કેટલો હશે, તે હજુ નક્કી નથી. વિવિધ કૃષિ ઉત્પાદનો તેમજ રેશમની નિકાસ પર અમેરિકામાં કોઈ ટેરિફ નહીં લાગે એટલે કે શૂન્ય ટેરિફ. નિકાસકારો, ખાસ કરીને MSME, ખેડૂતો, માછીમારો માટે 30 લાખ કરોડ ડોલરના અમેરિકન માર્કેટના દરવાજા ખૂલશે.
પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, વચગાળાના વેપાર કરાર હેઠળ અમેરિકામાં ભારતના 44 બિલિયન ડોલરના મૂલ્યના સામાન પર શૂન્ય ટેરિફ લાગશે. આ વસ્તુમાં જેમ્સ એન્ડ જ્વેલરી, હીરા, કોઈન્સ, પ્લેટિનમ, કૃષિ ઉત્પાદનો, દવાઓ, સ્માર્ટ ફોન્સ, મસાલા, વેજિટેબલ ઓઈલ, સૂકો મેવો, વિવિધ ફળફળાદિ અને શાકભાજી, કેળા, કેરી, ખાંડ, પાઈનેપલ, મશરૂમ, શાકભાજીના મૂળીયા, એસેન્શિયલ ઓઈલ, કોકા અને કોકાથી બનેલી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફ્રુટ્સ, વિમાનના પાર્ટ્સ, મશીનરી પાર્ટ્સ, એલ્યુમિનિયમ પાર્ટ, ઝિંક ઓક્સાઈડ, મિનરલ્સ અને નેચરલ વસ્તુઓ, કુદરતી રબર વગેરે સામેલ છે. આ ડીલથી આપણી યુવા પેઢી અને ઉદ્યોગો માટે નવા અવસરનું સર્જન કરશે. અમેરિકાના માર્કેટ સુધીની પહોંચથી ભારતના અર્થતંત્રને ગતિ મળશે.
આ સાથે જ ગોયલે એમ પણ જણાવ્યું હતું કે ‘ટ્રેડ ડીલ આપણા ખેડૂતોના હિતોના રક્ષણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે કારણ કે તેમાં મકાઈ, ઘઉં, દાળ, ચોખા, સોયા, પોલ્ટ્રી, દૂધ, પનીર, ઇથેનોલ (ઇંધણ), તમાકુ, કેટલાક શાકભાજી તેમજ માંસ જેવી સંવેદનશીલ કૃષિ પેદાશો તેમજ ડેરી ઉત્પાદનોને સુરક્ષિત રખાયા છે. એટલે કે આ તમામ ઉત્પાદનો પર અમેરિકાને ટેરિફમાં કોઈ છૂટછાટ નહીં મળે.

•••

અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ નાબૂદી કે તેમાં ઘટાડો

ભારત તમામ અમેરિકન ઔદ્યોગિક વસ્તુઓ તેમજ અનેક કૃષિ ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યૂટી સમાપ્ત કરશે અથવા ઘટાડશે. તેમાં સોયાબીન ઓઇલ, વાઈન-સ્પિરિટ્સ, પશુ આહાર, ફળ સામેલ છે. સોયાબીન તેલ પર ભારત તરફથી ટેરિફ પર કાપ મૂકાશે. ભારત આગામી 5 વર્ષમાં અમેરિકાથી 500 બિલિયન ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન તેમજ સ્પેર પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેક્નોલોજીકલ પ્રોડ્ક્ટસ અને કોલસો ખરીદવા માટે સહમત થયું છે. અમેરિકાથી નિકાસ થનારા મેડિકલ ડિવાઈસ, કેમિકલ્સ તેમજ આઈટી ઉત્પાદનો પર ભારત ટેરિફ ઘટાડશે. બન્ને દેશ એકબીજાને ખાસ પ્રાથમિકતા આપશે, એટલે કે ભારતના માલનું અમેરિકામાં સરળ વેચાણ થશે જ્યારે અમેરિકી ઉત્પાદનોનું ભારતમાં, જેથી ત્રીજો દેશ ખોટો ફાયદો ન ઉઠાવી શકે.
ભારત વચગાળાના વેપાર કરાર હેઠળ 800-1600 સીસી અને તેથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇકની ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય કરશે. તેનાથી અમેરિકાની આઇકોનિક બ્રાન્ડ હાર્લી-ડેવિડસનને ફાયદો થશે. ભારત 2500 સીસી અને વધુ ક્ષમતાની અમેરિકાની ડીઝલ કાર તથા 3000 સીસી અને વધુ ક્ષમતાના પેટ્રોલ વ્હિકલ્સને પણ ડયૂટીમાં રાહત આપશે.છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter