ધર્મરાજનનું સપનું સાકાર

72ની વયે કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો

Thursday 16th July 2026 08:34 EDT
 
 

કોઝિકોડઃ કેરળના કોઝિકોડના નિવૃત્ત અધિકારી ધર્મરાજન નાયરે 72 વર્ષની ઉમરે કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. ધર્મરાજન નાયરે કુંગ ફૂ અને બોક્સિંગ 1974માં શીખ્યા હતા, પરંતુ તેમનું બ્લેક બેલ્ટ મેળવવાનું સપનું અધુરું રહી ગયું હતું, સાત ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાને કારણે તે શક્ય ન બન્યું.
જોકે 2008માં નિવૃત્ત થયા પછી ધર્મરાજન નાયરના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. 2009થી ચાલવાનું શરૂ કર્યું. ત્યારબાદ લાંબી દોડ અને હાફ મેરેથોનમાં ભાગ લીધો. 2020માં કરાટે એકેડમીમાં પ્રવેશ મેળવ્યો. 6 વર્ષની તાલીમ, ઇજાઓ અને પડકારો પર વિજય મેળવ્યા બાદ આખરે તાજેતરમાં જ તેમનું સપનું સાકાર થયું છે. આ સિદ્ધિથી ધર્મરાજન ખુશખુશાલ છે. પોતાનું સપનું સાકાર કરવા માટે તેમણે જીવનશૈલીથી માંડીને ભોજનમાં કેવો બદલાવ અપનાવ્યો છે તે અંગે ધર્મરાજન કહે છે, હું સવારે 4:30 વાગ્યે ઉઠી જાઉં છું. 6 કિલોમીટર રોજ ચાલું છું. તળેલી વસ્તુઓ ખાતો નથી. ચામાં ખાંડ નથી નાખતો. ડિનર 8 વાગ્યા પહેલા કરી લઉં છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter