યુકેની કંપની ગુજરાતમાં પાંચ લાખ કરોડનું રોકાણ કરશે

Wednesday 21st January 2015 07:21 EST
 

આવું જ માતબર રોકાણ કરવા માટે અન્ય ઓફર એસડીબી ડાયમન્ડ બુર્સ તરફથી આવી છે જેણે જીઆઈડીબી સાથે સવા લાખ કરોડ રૂ. ના
રોકાણ માટે સમજૂતી કરાર પર સહી કરી છે.
વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ વિકસાવવા એમ. એમ. સવાણીએ આ કરાર કર્યા છે.
સ્માર્ટ સિટી અંગેના સેમિનારમાં સલોરીઆ આર્કિટેક્સે જણાવ્યું હતું કે, એક સ્માર્ટ સિટી વિકસાવવાને રૂ. ૫ લાખ કરોડનું રોકાણ કરવા તેમનું આયોજન છે, જેમાં પોસાય તેવા આવાસનો પ્રોજેક્ટ, સોલિડવેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક અને રેલવે યુનિવર્સિટી હશે.કંપનીના પ્રતિનિધિ રોહિત મોદીના જણાવ્યા પ્રમાણે મિલેનિયમ વ્હીલ પ્રોજેકટ મામલે અમદાવાદ મહાપાલિકા સાથે તેમની ચર્ચા પ્રગિતના તબક્કે છે.
જેમ્સ એન્ડ જ્વેલરીમાં શૂન્ય!
ગત સપ્તાહે યોજાયેલી વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના રોકાણકારો દ્વારા કુલ ર૧,૩૦૪ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કરવામાં આવ્યા છે. ર૦૧૩માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટ કરતાં આ વખતની સમિટમાં ૩,પ૮પ એમઓયુ વધારે થયા છે.
આ સમિટમાં સૌથી વધારે અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં ૧૦પર એમઓયુ થયા છે. જ્યારે સરકાર જે મુદ્દે વારંવાર જશ લઈ રહી છે તે સ્કિલ ડેવલપમેન્ટ અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં એકપણ એમઓયુ થયું નથી.આ સિવાય પેપર સેક્ટર, સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન સેક્ટર, અને સિવિલ એવિએશન સેક્ટરમાં પણ માંડ-માંડ બે ડિજિટમાં એમઓયુ થયા છે.
બ્રિટિશ પેટ્રોલિયમ અને રિલાયન્સ ક્રૂડની શોધ કરશે
વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવેલા બ્રિટનની ૬૦ કંપનીઓના ૧૦૦ સભ્યના ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા બ્રિટનના મિનિસ્ટર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લોર્ડ લિવિંગ્સ્ટને કહ્યું હતું કે ગેસની રિકવરી કરવા માટે જરૂરી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરિયાનું પેટાળ ખૂંદવામાં આવી રહ્યું છે.
બ્રિટિશ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિલાયન્સ પ્રોડક્શન વધારવા-સુધારવા સક્રિય બનશે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ ખાતે થોડા અઠવાડિયાઓમાં બ્રિટન તેની હાઈ કમિશનની કચેરી શરૂ કરશે. બ્રિટનના વિઝા મેળવવાની કામગીરીમાં પણ હાઈ કમિશનની કચેરી સહયોગ આપશે. તેમણે કહ્યું હતું કે પાવર સેક્ટરની તેમની કંપની ઓપીજી ગુજરાતના કચ્છ ખાતે ૩૦૦થી ૨૩૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતાવાળો પાવર પ્લાન્ટ નાખવા માટે અંદાજે રૂ. ૧૪૦૦૦થી ૧૫૦૦૦ કરોડનું રોકાણ કરશે. તેમણે કેડિલા, ઇન્ટાસ અને સિપ્લા જેવી ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રની ભારતની અગ્રણી કંપનીઓ સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કરાર કરવાની તૈયારી પણ દર્શાવી હતી.
બ્રિટનની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ ભારતને તેમના મેન્યુફેક્ચરિંગ એકમો માટેના બેઝ બનાવવા તૈયાર છે. આ કંપનીઓ પણ આગળ આવશે. બ્રિટનની એન્જિનિયરિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિઝાઈન, એજ્યુકેશન સહિતના સેક્ટરની તેમની કંપનીઓ ભારતમાં મૂડી રોકાણ કરવા ઉત્સુક છે.
૨૦૦૮થી ૨૦૧૩ સુધીમાં ભારત અને બ્રિટન વચ્ચેનો વેપાર ૧૧ બિલિયન પાઉન્ડથી વધીને ૧૬.૫ બિલિયન પાઉન્ડનો થયો છે. બંને દેશોના અર્થતંત્ર પર મંદીનું વર્ચસ હોવા છતાંય તેમની વચ્ચેનો બિઝનેસ વધ્યો છે. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ ઇન્વેસ્ટમેન્ટના એવન્યુઝ મળશે તો તેઓ તે અંગે પણ વિચાર કરીને સક્રિય રસ લેશે એમ તેમણે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter