ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

(કેનેડા કોર્નર)

Friday 17th July 2026 06:00 EDT
 
 

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ હાથ ધરી હતી. હુમલાખોરો હજુ ફરાર છે. હુમલાખોર એકલો હતો કે એકથી વધુ લોકોએ હુમલો કર્યો હતો તે પણ પોલીસ હજુ જાણી શકી નથી. ટોરોન્ટો પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને શનિવારે રાત્રે સેન્ટ ક્લેર એવન્યૂ ખાતે એક્ટિવ શૂટરના રિપોર્ટ મળ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં બે ઇજાગ્રસ્તોને મૃત જાહેર કરી દેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter