1.8 બિલિયન ડોલરના ફ્રોડમાં પ્રત્યર્પણ રદ કરવા સંજય શાહની માગ

Tuesday 08th August 2023 11:12 EDT
 
 

લંડનઃ 1.8 બિલિયન ડોલરનું ડિવિડન્ડ – ટેક્સ ફ્રોડ આચરવાના આરોપી અને બ્રિટિશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહ ડેન્માર્કમાં તેમની સામે ચાલનારા કેસ માટે દુબઇથી પ્રત્યર્પણ કરવાના તેમની વિરુદ્ધના ચુકાદાને ઉલટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંજય શાહના વકીલ નાઇજલ જોન્સે લંડન હાઇકોર્ટને જણાવ્યું હતું કે, શાહે આ માટે અપીલ દાખલ કરી છે પરંતુ તેના પરનો ચુકાદો 6 જૂનથી વારંવાર મોકુફ રખાઇ રહ્યો છે. સંજય શાહે પ્રત્યર્પણનો ચુકાદો રદ કરવાની માગ કરી છે. ડેન્માર્ક સરકારનો આરોપ છે કે સંજય શાહ એક ફ્રોડ સ્કીમ ચલાવી રહ્યા હતા જેમાં ડિવિડન્ડ ટેક્સ રિફંડ માટે ખોટી અરજીઓ દાખલ કરીને અબજો ડેનિશ ક્રાઇન્સનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સંજય શાહને ગયા વર્ષે દુબઇમાં ઝડપી લેવાયા હતા અને હાલ તેઓ દુબઇમાં અટકાયત હેઠળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter