2023માં ગેરકાયદેસર કામ કરતા 66 ડિલિવરી બોયની ધરપકડ, 10ને દેશનિકાલ કરાયાં

2023માં 3200 ઇમિગ્રેશન દરોડા, 3959 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની અટકાયત

Tuesday 15th August 2023 12:14 EDT
 
 

લંડનઃ ગેરકાયદેસર કામદારો અને તેમના નોકરીદાતાઓ સામેના અભિયાનમાં 2023માં લંડનમાંથી 66 ડિલિવરી રાઇડર્સને ઝડપી લેવાયાં છે. કેમ્પેનર્સ અને યુનિયનોએ જણાવ્યું છે કે આ પ્રકારના ડિલિવરી બોય આધુનિક ગુલામીનો શિકાર બની રહ્યાં છે. તેમના ઇમિગ્રેશન સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના તેઓ સરકાર દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવે છે. જોકે એક ઇમિગ્રેશન લોયરે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર નોકરી અનિયંત્રિત અર્થતંત્રની મહત્વની સમસ્યા છે તેથી સરકારની કામગીરી આવશ્યક છે.

હોમ ઓફિસના આંકડા દર્શાવે છે કે જાન્યુઆરીથી જુલાઇ2023ના સમયગાળામાં ઇમિગ્રેશન કાયદાઓના ઉલ્લંઘન માટે 66 ડિલિવરીબોયની ધરપકડ કરાઇ હતી અને તેમાંના 10ને દેશનિકાલ કરાયાં હતાં. આ વર્ષે ઇમિગ્રેશન દરોડાઓમાં વધારો થયો છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 2022ના આખા વર્ષની સરખામણીમાં 2023ના પ્રથમ 7 મહિનામાં વધુ લોકોની ધરપકડ કરાઇ છે. 2023માં હોમ ઓફિસ દ્વારા ગેરકાયદેસર કામદારોને ઝડપી લેવા 3200 કરતાં વધુ દરોડા પડાયા હતા. જેમાં 3959 લોકોની ધરપકડ કરાઇ હતી. ઇન્ડિપેન્ડન્ટ વર્કર્સ યુનિયન ઓફ ગ્રેટ બ્રિટનના પ્રવક્તાએ આરોપ મૂક્યો હતો કે આ રીતે વંશીય લઘુમતી સમુદાયના કામદારોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. હોમ ઓફિસ માઇગ્રન્ટ વર્કર્સને નિશાન બનાવીને કામ કરતા લોકોમાં વિભાજન કરાવી રહી છે. પોલીસ દ્વારા ગમે ત્યારે અશ્વેત, ઘઉંવર્ણા અને માઇગ્રન્ટ વર્કર્સને અટકાવીને તપાસ કરાય છે. ભાષાની સમસ્યા, કાયદાકીય અધિકારોની માહિતીનો અભાવના કારણે આ પ્રકારના લોકોને તેમના ડરના પગલે પોલીસ દ્વારા પરેશાન કરાતા હોય છે.

હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર કામદારોના કારણ આપણા સમાજને નુકસાન થઇ રહ્યું છે. તેના કારણે પ્રમાણિક કામદારોને રોજગારથી વંચિત રહેવું પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter