લંડનઃ સરકાર નવા નિયમો તૈયાર કરી રહી છે તે અંતર્ગત ખાતાધારકો અને બિઝનેસોને 3 માઇલના દાયરામાં રોકડ રકમ ઉપાડની વિનામૂલ્યે સુવિધા નહીં અપાય તો બેન્કોને દંડ ફટકારવામાં આવશે. બેન્કોની કેશ ડિપોઝિટ અને વિડ્રોઅલ સર્વિસની ભવિષ્યની જોગવાઇ માટેની અપેક્ષાઓ નક્કી કરતી ગાઇડલાઇન ટ્રેઝરી દ્વારા ટૂંકસમયમાં જારી કરાશે.
નવા નિયમો અંતર્ગત રોકડના વિનામૂલ્યે ઉપાડની સુવિધા આપવામાં નિષ્ફળ જનારી બેન્કોને દંડ કરવાની સત્તા ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીને અપાશે. રોકડ રકમના ઉપાડ માટે પર્સનલ કરન્ટ એકાઉન્ટધારકો પાસેથી કોઇપણ પ્રકારના હીડન ચાર્જિસ વસૂલવાની પરવાનગી અપાશે નહીં.
બ્રિટનમાં ડિજિટલ સેવાઓનો પ્રભાવ વધી રહ્યો હોવા છતાં આજે પણ લાખો લોકો રોકડ વ્યવહારો પર આધારિત રહે છે.


