લંડનઃ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ફ્રોડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2023ના પ્રથમ 6 મહિનામાં ક્રિમિનલ્સ દ્વારા 580 મિલિયન પાઉન્ડની છેતરપિંડી કરવામાં આવી છે. યુકે ફાઇનાન્સે ચેતવણી આપી છે કે ઘણા સ્કેમ સોશિયલ મીડિયા અને ઓનલાઇન કંપનીઓ દ્વારા કરાય છે. આંકડા દર્શાવે છે કે આમ તો ફ્રોડના કુલ કેસમાં ઘટાડો થયો છે પરંતુ ઓથોરાઇઝ્ડ પુશ પેમેન્ટ ફ્રોડ એટલે કે બેન્ક ટ્રાન્સફર ફ્રોડના કેસમાં વધારો નોંધાયો છે. પ્રથમ છ મહિનામાં એપીપી ફ્રોડના કેસ 22 ટકા વધીને 1,16,324 પર પહોંચ્યા હતા.
પેમેન્ટ પદ્ધતિના આધારે આ આંકડાને વહેંચવામાં આવે તો ઇન્ટ્રા બેન્ક ટ્રાન્સફર દ્વારા એપીપી ફ્રોડમાં થયેલી ખોટમાં 244 ટકાનો વધારો થયો છે જ્યારે CHAPS દ્વારા કરાતા ટ્રાન્સફરમાં 49 ટકાનો વધારો થયો છે.


