60ના દાયકામાં ભારતીય મૂળની મહિલાઓ પર કરાયેલા રિસર્ચની તપાસની માગ

ભારતીય મહિલાઓને રેડિયોએક્ટિવ આઇસોટોપયુક્ત રોટલી ખવડાવવામાં આવી હતી

Tuesday 29th August 2023 11:42 EDT
 

લંડનઃ યુકેની સંસદમાં વિપક્ષ લેબર પાર્ટીના સાંસદ અને મહિલા અને સમાનતા માટેના શેડો મિનિસ્ટરે 1960ના દાયકામાં શરીરમાં આર્યનની ઉણપ સામે લડવા કરાયેલા એક મેડિકલ રિસર્ચમાં ભારતીય મૂળની મહિલાઓને રેડિયોએક્ટિવ આઇસોટોપયુક્ત રોટલીઓ ખવડાવવાના મામલાની તપાસની માગ કરી છે. કોવેન્ટ્રીના સાંસદ તાઇવો ઓવાતેમીએ એક્સ પર કરેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ રિસર્ચ દ્વારા અસરગ્રસ્ત થયેલી મહિલાઓ અને તેમના પરિવારો અંગે હું ઘણી ચિંતિત છું.

દક્ષિણ એશિયન સમુદાયમાં આર્યનની ઉણપના મામલે 1969માં હાથ ધરાયેલી રિસર્ચ ટ્રાયલમાં 21 જેટલી ભારતીય મૂળની મહિલાઓને આર્યન આઇસોટોપ આર્યન-59 ધરાવતી રોટલી આપવામાં આવી હતી. હું આ મામલે કેવી રીતે પરવાનગી આપવામાં આવી તે અંગે સંસદમાં ચર્ચા અને તપાસની માગ કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter