8 નવેમ્બરથી નાઇટ્રસ ઓક્સાઇડ (લાફિંગ ગેસ) પર દેશવ્યાપી પ્રતિબંધ

Tuesday 24th October 2023 12:33 EDT
 

લંડનઃ હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 8 નવેમ્બર 2023થી બ્રિટનમાં નાઇટ્રસ ઓક્સાઇડ (લાફિંગ ગેસ) પર પ્રતિબંધ અમલી બની રહ્યો છે. નાઇટ્રસ ઓક્સાઇડ પરના પ્રતિબંધનું વારંવાર ઉલ્લંઘન કરનારને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે. તે ઉપરાંત તેનું વેચાણ કરનારાને 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ છે. સરકારના એન્ટી સોશિયલ બિહેવિયર એક્શન પ્લાન અંતર્ગત આ પ્રતિબંધ લદાયો છે. હવે નાઇટ્રસ ઓક્સાઇડ મિસયુઝ ઓફ ડ્રગ્સ એક્ટ 1971 અંતર્ગત કન્ટ્રોલ્ડ ક્લાસ સી ડ્રગની શ્રેણીમાં આવી ગયો છે. હવે નાઇટ્રસ ઓક્સાઇડ ધરાવવો અને તેનો ઉપયોગ કરવો અપરાધ ગણાશે. તે અંતર્ગત અમર્યાદિત દંડ પણ થઇ શકે છે. જોકે આ ડ્રગ ધરાવવાનું કાયદેસરનું કારણ હશે તેવા લોકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઇ છે. સામાન્ય રીતે નાઇટ્રસ ઓક્સાઇડનો ઉપયોગ હોસ્પિટલમાં લેબર પેઇનમાં રાહત માટે કરાય છે. તેનો ઉપયોગ કેટરિંગ સેક્ટરમાં પણ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter