OFBJP UK દ્વારા વડા પ્રધાન મોદીના સમર્થનમાં 16 માર્ચે કાર રેલી

Tuesday 12th March 2024 07:32 EDT
 

લંડનઃ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકે (OFBJP UK)એ ભારતની 2024ની ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જનરલ ઈલેક્શનમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યમાં સ્વયંસેવા સાથે યોગદાન આપવાની બાહેંધરી પણ આપી છે. પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવા 16 માર્ચ 2024ના દિવસે સવારના 10થી બપોરના 2 વાગ્યા સુધીના ગાળામાં વિદ્યુતવેગી ઈલેક્શન કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર રેલીનો આરંભ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ UB5 6RE થી કરવામાં આવશે અને BAPS મંદિર, નીસ્ડન NW10 8HW ખાતે તેનું સમાપન કરાશે.

કન્વીનરો દીપક પટેલ, કૃણાલ ઠક્કર અને પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, બધા જ ઈતિહાસ રચવા તૈયાર છે. આપણે આગામી ઈલેક્શન માટે સજ્જ થઈ રહ્યા છીએ ત્યારે આપણા ભારત દેશની પ્રગતિ અને સમૃદ્ધિને સમર્પિત નેતા પ્રત્યે આપણું અવિરત સમર્થન દર્શાવવાનું મહત્ત્વપૂર્ણ છે. આ રેલી માત્ર કાર હંકારવા વિશે નથી પરંતુ, પરિવર્તન, આશા અને ભારતના ભવિષ્યને આગળ વધારવા બાબતે છે. અમે અમારા એન્જિનો ધમધમાવીને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ઉજ્જવળ આવતી કાલ તરફ ગતિ કરવા આગળ વધીશું તેમાં સામેલ થઈ જાઓ. તમારો અવાજ સંભળાય, તમારી હાજરી વર્તાય અને તમારો સતત સપોર્ટ મળતો રહે તેમ કરો.

રેલીમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. તમે

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeoFcbnD0dfYVrGfMrvJFN6NcxGC4TAa031Zjs9mz-fbhTj9w/viewform પર રજિસ્ટ્રેશન કરાવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter