અક્ષરપ્રસાદ દાસજી સામે બળાત્કારના આરોપસર ખટલાની સુનાવણી

Tuesday 24th October 2023 12:06 EDT
 

લંડનઃ ગુજરાતના 62 વર્ષીય અક્ષરપ્રકાશ દાસજી પર 40 વર્ષીય પુરુષ સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના મુદ્દે 10 નવેમ્બરના રોજ વિલિસડેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ ઘટના ડિસેમ્બર 2021માં કેન્ટોન ખાતે બની હતી. અક્ષરપ્રકાશ દાસજી પર પુરુષ પર બળાત્કાર અને તેની સહમતિ વિના શારીરિક સંબંધ બાંધવાના આરોપ છે. ડિસેમ્બર 2021માં નોર્થ વેસ્ટ કમાન્ડ યુનિટના ડિટેક્ટિવ દ્વારા શરૂ કરાયેલી તપાસ બાદ આ આરોપો મૂકાયાં છે. કેન્ટોન બ્રેન્ટ અને હેરો વચ્ચે આવેલું સ્થળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter