લંડનઃ એક રિસર્ચ પ્રમાણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એસિડ હુમલાની ઘટનામાં 69 ટકાનો વધારો થયો છે. 2021માં થયેલા 421 હુમલાની સરખામણીમાં 2022માં એસિડ વડે હુમલો કરવાની 710 ઘટના નોંધાઇ હતી. માહિતીની સ્વતંત્રતા અંતર્ગત એસિડ સર્વાઇવર્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ દ્વારા આ રિસર્ચ કરાયું હતું. ચેરિટીએ જણાવ્યું હતું કે, આ આંકડો ઘણો મોટો હોઇ શકે છે કારણ કે સ્કોટલેન્ડ પોલીસ અને થેમ્સવેલી પોલીસે અમને આંકડા પૂરા પાડ્યાં નથી. 2017માં એસિડ હુમલા ચરમ પર પહોંચ્યા હતા અને 971 કેસ નોંધાયા હતા. ચેરિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેફ શાહે જણાવ્યું હતું કે, વિશ્વમાં એસિડ એટેકની સૌથી વધુ ઘટના યુકેમાં નોંધાય છે.


