ઇન્ડિયા-યુકે ડિજિટલ હેલ્થ પાર્ટનરશિપ વિકસાવવા પ્રતિબદ્ધઃ મનસુખ માંડવિયા

આરોગ્ય પડકારો સામે બંને દેશ સાથે મળીને કામ કરશેઃ સ્ટીવ બાર્કલે

Tuesday 22nd August 2023 11:46 EDT
 
 

લંડનઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આયોજિત જી-20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ભારતના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને યુકેના આરોગ્ય મંત્રી સ્ટીવ બાર્કલે વચ્ચે મુલાકાત યોજાઇ હતી. આ અંગે જાણકારી આપતા મનસુખ માંડવિયાએ ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, ઇન્ડિયા-યુકે ડિજિટલ હેલ્થ પાર્ટનરશિપ વિકસાવવા માટે ટેલિમેડિસિન સર્વિસમાં સહકાર પર ચર્ચા કરવામાં આવી હતી.

માંડવિયાએ જણાવ્યું હતું કે, સ્ટીવ બાર્કલે સાથેની મુલાકાત ફળદાયી રહી હતી. ભારત અને યુકે બંને દેશને લાભદાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે.

સ્ટીવ બાર્કલેએ માંડવિયા સાથેની મુલાકાત અંગે જણાવ્યું હતું કે, અમે બંને દેશો માટેના આરોગ્ય પડકારો પર સહકાર અંગે ચર્ચા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter