લંડનઃ ઇસ્ટ લંડનમાં ન્યુહામ ખાતેની લંડન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ યુનિવર્સિટી ટેકનિકલ કોલેજમાં સાયકોલોજીના એ-લેવલના શિક્ષક તરીકે ફરજ બજાવતા શાફિના વ્હોરાને પ્રતિષ્ઠિત ગ્લોબલ એજ્યુકેશન પ્રાઇઝના ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરાયાં છે. 7000 કરતાં વધુ નામાંકનમાંથી તેમની પસંદગી ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટેના ફાઇનલિસ્ટ તરીકે કરાઇ છે. આ પુરસ્કાર અંતર્ગત 8,25,000 પાઉન્ડની ઇનામ રકમ પણ અપાય છે.
સ્પર્ધાના જજિસે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં જ કાર અકસ્માત થયો હોવા છતાં ટીચર બનવા માટે વ્હોરાએ અસામાન્ય પડકારોનો સામનો કર્યો હતો. પરંતુ તેમના અલગ પ્રકારના જ અભ્યાસસક્રમે વિદ્યાર્થીઓને ડિઝાઇન એન્જિનિયરિંગ શીખવામાં ઘણી મદદ કરી હતી. આ પુરસ્કાર શિક્ષણ જગતમાં અસામાન્ય યોગદાન આપનાર શિક્ષકને અપાય છે.


