લંડનઃ ભાડુઆતોની મજબૂરીનો લાભ લઇ શોષણ કરતા 48 વર્ષીય જયદીપકુમાર રમેશચંદ્ર વાળંદ પર હાઉસિંગ સંબંધિત અપરાધો માટે બ્રેન્ટ કાઉન્સિલે પ્રતિબંધ મૂકી દીધો છે. 2018માં વેમ્બલીના નેપિયર રોડ ખાતેના 4 બેડરૂમના મકાનમાં 40 ભાડૂઆત રાખી 3,60,000 પાઉન્ડ વસૂલવા માટે દોષી ઠરાવાયેલા ચાર મકાન માલિકોમાં જયદીપકુમાર વાળંદનો પણ સમાવેશ થાય છે. જાન્યુઆરી 2022માં વાળંદને વેમ્બલી હિલ રોડ પરના મકાનમાં નિયમોનું ઉલ્લંઘન કરી ક્ષમતા કરતાં વધુ ભાડુઆતો રાખવા માટે દોષી ઠેરવાયો હતો. તેણે દરેક ભાડુઆત પાસેથી માસિક 1400 પાઉન્ડની વસૂલાત કરી હતી. વાળંદને વિલિસડેન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 30,000 પાઉન્ડનો દંડ અને કોર્ટ કોસ્ટ પેટે 3,347 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે.


