એક વર્ષમાં 400 ફાર્મસીને તાળા લાગ્યાં, કેમિસ્ટોની સંખ્યામાં પણ રેકોર્ડ ઘટાડો

Tuesday 24th October 2023 12:36 EDT
 

લંડનઃ ફાર્મસીઓ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સત્તાવાર આંકડાના આધારે ચેતવણી આપવામાં આવી છે કે ઇંગ્લેન્ડમાં કેમિસ્ટોની સંખ્યા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી છે. હાલ ફક્ત 11,414 ફાર્મસી જ એનએચએસની મહત્વની સેવાઓ આપી રહી છે. આ સંખ્યા 2015-16 પછીની સૌથી નીચી સપાટી પર છે. વર્ષ 2022-23માં 400 જેટલી ફાર્મસીને તાળા લાગી ગયાં છે. ફાર્મસી ઉદ્યોગના અગ્રણીઓ આ આંકડાને ચેતવણીસમાન ગણાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું છે કે દર્દીઓને મહત્વની સારવાર માટે લાંબી મુસાફરી કરવાની ફરજ પડી શકે છે. તેઓ મહત્વની સારવાર ગુમાવી પણ શકે છે. આ ગંભીર કટોકટીના ઉકેલમાં નિષ્ફળતા દર્દીઓ માટે બદતર સમય લાવી શકે છે. એનએચએસ બિઝનેસ સર્વિસ ઓથોરિટીના આંકડા અનુસાર 2022-23માં ઇંગ્લેન્ડમાં 91 કોમ્યુનિટી ફાર્મસી બંધ થઇ ગઇ હતી. આજ સમયગાળામાં 297 નવી ફાર્મસી ખોલવામાં આવી પરંતુ તેની સામે 388 ફાર્મસી પર હંમેશ માટે તાળા પણ લાગી ગયાં છે. હાલમાં કાર્યરત એવી 11,414 ફાર્મસીમાં 10માંથી ફક્ત ચાર સ્વતંત્ર ફાર્મસી છે. 6627 ફાર્મસી મલ્ટીપલ કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter