એનએચએસએ ઇનકાર કરતાં 8 માસના આદમની ઇટાલીમાં સર્જરી કરવી પડી

Tuesday 08th August 2023 11:31 EDT
 

લંડનઃ 8 મહિનાના આદમ ખાનની હાર્ટ સર્જરી કરવાનો એનએચએસે ઇનકાર કરી દેતાં તેના માતા-પિતાને આદમને સર્જરી માટે ઇટાલી લઇ જવાની ફરજ પડી હતી. ઇટાલીના જિનોઆ ખાતેની ચિલ્ડ્રન હોસ્પિટલમાં આદમના હૃદયમાં રહેલી જન્મજાત ખામી દૂર કરવા માટે 13 કલાક લાંબુ ઓપરેશન કરાયું હતું. હર્ટફોર્ડશાયરના સેન્ટ આલ્બેન્સ ખાતે રહેતા ઔન ખાન અને સાબેના ખાને તેમના પુત્રની સર્જરી માટે 21,500 પાઉન્ડ ચૂકવ્યા હતા.

આદમ જન્મયો ત્યારથી હાઇપોપ્લાસ્ટી લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ નામની ખામી ધરાવતો હતો.. ડોક્ટરોએ જણાવી દીધું હતું કે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાય તો આદમ એક વર્ષ પણ જીવી શક્શે નહીં. તેની સારવાર માટે એક વર્ષ રાહ જોવા જણાવવામાં આવ્યું હતું.

આખરે આદમના માતાપિતાનો સંપર્ક જિનોઆ ખાતેની હોસ્પિટલના હાર્ટ સર્જન ગ્વિડો મિચિલોન સાથે થયો હતો. તેમણે આદમ પર રેર ગણાતી નોરવૂડ પ્રોસિજરની સલાહ આપી હતી. આ રીતે આદમની સર્જરી ઇટાલી ખાતે કરાઇ હતી..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter