એનએચએસમાં જીપીની એપોઇન્ટમેન્ટ માટે નવી ડિજિટલ ફોન સિસ્ટમ કાર્યરત કરાશે

Tuesday 22nd August 2023 11:58 EDT
 
 

લંડનઃ જીપી એપોઇન્ટમેન્ટ માટે સવારના 8 કલાકની અંધાધૂંધીનો અંત લાવવાના પ્રયાસરૂપે આગામીવસંતથી ઇંગ્લેન્ડમાં તમામ જીપી સર્જરી ખાતે ડિજિટલ ફોન સિસ્ટમ દ્વારા એપોઇન્ટમેન્ટ અપાશે. 1000 કરતાં વધુ સર્જરીએ આ સુધારા માટે સહમતિ આપી દીધી છે. આ વ્યવસ્થા માર્ચ 2024થી સંપુર્ણપણે કાર્યરત થઇ જશે. આ વ્યવસ્થા માટે સરકાર દ્વારા 240 મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. આ યોજના મે મહિનામાં જાહેર કરાયેલા પ્રાઇમરી કેર રિકવરી પ્લાનનો હિસ્સો છે. આ યોજના અમલી બનતા દર્દી તેના જીપીનો ઝડપથી સંપર્ક કરી શકશે અને તેમની રિક્વેસ્ટનો જે તે દિવસે જ નિકાલ લાવવામાં આવશે. ઓનલાઇન સિસ્ટમના કારણે દર્દીઓને એન્ગેજ ટોનની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter