એપ્રિલ-જુલાઇ 2023માં ભારતથી યુકેમાં થતી નિકાસમાં 20.6 ટકાનો વધારો

ભારતથી યુકેમાં થતી નિકાસ 4.5 બિલિયન ડોલરને પાર

Tuesday 22nd August 2023 11:44 EDT
 
 

લંડનઃ 2023-24ના નાણાકીય વર્ષના એપ્રિલથી જુલાઇના પ્રથમ ચાર માસમાં ભારતના જે 10 ટોચના આયાતકાર દેશો છે તેમાં ફક્ત યુકેમાં જ ભારતીય નિકાસમાં વધારો થયો છે. વૈશ્વિક માગમાં ઘટાડો થવાથી અન્ય 9 દેશોમાં ભારતીય નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલથી જુલાઇના સમયગાળામાં ભારતીય નિકાસ 14.5 ટકા ઘટીને 136.2 બિલિયન ડોલર પર આવી ગઇ હોવા છતાં યુકેમાં થતી નિકાસ 20.6 ટકા વધીને 4.5 બિલિયન ડોલરને આંબી ગઇ હતી. ભારતમાંથી યુકેમાં કરાયેલી આ નિકાસોમાં 324 મિલિયન ડોલરનું એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, 292.5 મિલિયન ડોલરના સ્માર્ટ ફોન અને 147.2 મિલિયન ડોલરના વોલપેપરનો સમાવેશ થાય છે.

ભારત અને યુકે વચ્ચે હાલ મુક્ત વેપાર કરાર પર મંત્રણા ચાલી રહી છે.. એફટીએમાં પ્રસ્તાવિત 26 ચેપ્ટરમાંથી 19 ચેપ્ટર પર સહમતિ સધાઇ ચૂકી છે. ભારત ઓગસ્ટ માસના અંત સુધીમાં બાકીના ચેપ્ટર પર પણ સધાય તેવી આશા રાખી રહ્યો છે.

2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા સુનાક અને મોદી ઉત્સુક

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક અને ભારતના તેમના સમકક્ષ નરેન્દ્ર મોદી વર્ષ 2030 સુધીમાં બજારને વધુ ખુલ્લાં મૂકી અને જકાતો ઘટાડીને બંને દેશ વચ્ચેનો વેપાર બમણો કરવાની નેમ ધરાવે છે. ભારત વિશ્વના પાવરહાઉસ બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે જ્યારે યુકે નવા કરારો દ્વારા બ્રેક્ઝિટના લાભો પૂરવાર કરવા ઉત્સુક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter