લંડનઃ એરલાઇન્સ કંપનીઓ દ્વારા વસૂલાતા હિડન ચાર્જિસ મુદ્દે સરકાર ટિકિટની સંપુર્ણ કિંમત અંગે પ્રમાણિક બનવા એરલાઇન્સ કંપનીઓને ફરજ પાડશે. સરકારે ચેકઆઉટ પર અનિવાર્ય શુલ્ક ઉમેરતી એરલાઇન્સ સહિતની રિપ-ઓફ કંપનીઓ સામે પગલાં લેવાની તૈયારી કરી છે. આ પ્રથાને ડિપ પ્રાઇસિંગ તરીકે ઓળખવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે 72 ટકા રેલવે અને હવાઇ સેવાઓ સંબંધિત વેબસાઇટ ટિકિટની કિંમતોમાં હિડન ચાર્જિસ લાગુ કરી દે છે. આ હિડન ચાર્જિસમાં વધારાના સામાન માટે વધારાની ફીનો સમાવેશ થાય છે.
સરકારે જણાવ્યું હતું કે આનાથી બ્રિટિશ ગ્રાહકોને દર વર્ષે ઑનલાઇન £1.6 બિલિયનનો ખર્ચ થાય છે. બિઝનેસ મિનિસ્ટર કેવિન હોલીનરેકે જણાવ્યું હતું કે, સરકારનું પગલું લોકોને મહેનતની કમાણી બચાવવામાં મદદ કરશે.


