ઓક્સફર્ડના આમિયા શ્રીનિવાસન અને રિદ્ધી કશ્યપને લિવરહ્યુમ ટ્રસ્ટ એવોર્ડ

એવોર્ડ અંતર્ગત વિજેતાને એક લાખ પાઉન્ડનો રોકડ પુરસ્કાર અપાય છે

Tuesday 24th October 2023 12:32 EDT
 
 

લંડનઃ વિવિધ ક્ષેત્રમાં અદ્વિતિય સંશોધન માટે અપાતા લિવરહ્યુમ ટ્રસ્ટ એવોર્ડના 30 વિજેતાઓમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ભારતીય મૂળના શિક્ષણશાસ્ત્રીઓનો સમાવેશ થયો છે. આ એવોર્ડ અંતર્ગત 3 મિલિયન પાઉન્ડના પુરસ્કાર અપાય છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ફિલોસોફીના પ્રોફેસર આમિયા શ્રીનિવાસનને એપિસ્ટેમોલોજી, સોશિયલ અને પોલિટિકલ ફિલોસોફીમાં અદ્વિતિય કામગીરી માટે આ એવોર્ડ માટે પસંદ કરાયાં છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સોસિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર રિદ્ધી કશ્યપને સોશિયલ સાયન્સમાં કામગીરી માટે આ એવોર્ડ માટે પસંદ કરાયાં છે. કિંગ્સ કોલેજમાં ઇતિહાસકાર એવા ડોય બેરેનાઇસ ગ્યુયોટ રિચર્ડને સાઉથ એશિયાના ઇતિહાસ પર કામગીરી માટે આ એવોર્ડ માટે પસંદ કરાયાં છે.

આ એવોર્ડ અંતર્ગત પસંદ થનાર સંશોધકને એક લાખ પાઉન્ડનો રોકડ પુરસ્કાર અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter