લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી નિમિત્તે જારી કરાયેલો 50 પેન્સનો વિશેષ સિક્કો આ સપ્તાહથી ચલણમાં આવી ગયો છે. રોયલ મિન્ટે આ એડિશનના પાંચ મિલિયન સિક્કા જારી કર્યાં છે. તેની ડિઝાઇન વેસ્ટમિન્સ્ટર એબી પર આધારિત છે. વેસ્ટમિન્સ્ટર એબી ખાતે જ કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીનું આયોજન થયું હતું. રોયલ મિન્ટના રેબેકા મોર્ગને જણાવ્યું હતું કે, આ સિક્કાના કારણે જનતાને ઇતિહાસમાં થયેલા બદલાવનો એક પુરાવો મળી રહેશે. સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના કાળના 27 બિલિયન સિક્કા અત્યારે ચલણમાં છે.


