કેન્સરનું નિદાન થયે એક મહિનામાં સારવાર શરૂ કરાશેઃ એનએચએસ

કેન્સરના લક્ષણ જણાય તો 28 દિવસમાં તેનું નિદાન કરવાનો લક્ષ્યાંક એનએચએસે નક્કી કર્યો

Tuesday 15th August 2023 12:09 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં કેન્સરના દર્દીઓને સારવાર માટેનો વેઇટિંગ ટાઇમ નાબૂ કરવાની યોજના અંતર્ગત કેન્સરના સંભવિત દર્દીઓએ હવે 28 દિવસમાં સ્પેશિયાલિસ્ટને રીફર કરવાની જરૂર રહેશે નહીં. ડોક્ટરો અને કેન્સર ચેરિટી સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ બાદ એનએચએસ વારા જાહેર કરાયેલા પ્રસ્તાવો અનુસાર બે તૃતિયાંશ જેટલાં વેઇટિંગ ટાઈમ ટાર્ગેટને નાબૂદ કરાશે જેના પગલે કેન્સરના વહેલા નિદાનમાં મદદ મળશે.

હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, સરકારે વેઇટિંગ લિસ્ટ ટાર્ગેટ નાબૂદ કરવા માટે કોઇ દબાણ કર્યું નથી. જે કોઇપણ બદલાવ કરવામાં આવી રહ્યાં છે તે કેન્સર ફિલ્ડમાં રહેલા ક્લિનિકલ સ્પેશિયાલિસ્ટ દ્વારા કરાયેલી વિનંતી અને અગ્રણી કેન્સર ચેરિટી સંસ્થાઓ સાથેના વિચાર વિમર્શ બાદ થઇ રહ્યાં છે.

અત્યારે કેન્સરના દર્દીને સારવાર માટે 9 તબક્કામાંથી પસાર થવું પડે છે. જેમાં પહેલી કન્સલ્ટન્ટ એપોઇન્ટમેન્ટ અને જીપી રેફરલ વચ્ચે બે સપ્તાહ રાહ જોવી પડે છે. કેન્સરનું નિદાન થયા પછી સારવારના નિર્ણય બાદ એક મહિનાની રાહ જોવી પડે છે. જીપીના અરર્જન્ટ રેફરલ બાદ કેન્સરની પ્રથમ સારવાર માટે બે મહિનાની રાહ જોવી પડે છે.

એનએચએસના નવા પ્રસ્તાવ

-          જે દર્દીને અરજન્ટ રીફર કરાયા હોય, બ્રેસ્ટ કેન્સરના લક્ષણ હોય અથવા સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના લક્ષણ જણાયા હોય તેમને ક્યાં તો કેન્સર છે કે નહીં તેનું 28 દિવસમાં નિદાન થાય

-          જે દર્દીઓમાં કેન્સરનું નિદાન થાય તેમને રેફરલની તારીખના 9 સપ્તાહમાં સારવારનો પ્રારંભ કરાય

-          કેન્સરનું નિદાન થયે એક મહિનાની અંદર તેને સારવાર શરૂ કરી દેવામાં આવે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter