કોમનવેલ્થ ગેમ્સમાંથી પીછેહઠ માટે વિક્ટોરિયા સ્ટેટ 243 મિલિયન ડોલર ચૂકવશે

Tuesday 22nd August 2023 12:09 EDT
 
 

લંડનઃ વર્ષ 2026ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાંથી પીછેહઠ કરવા માટે ઓસ્ટ્રેલિયાનું વિક્ટોરિયા સ્ટેટ કોમનવેલ્થ ગેમ્સના આયોજકોને 243 મિલિયન અમેરિકન ડોલરની ચૂકવણી કરશે. વિક્ટોરિયાના વડાપ્રધાન ડેનિયલ એન્ડ્રુસે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન પાર્ટનરશિપ, કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયા અને વિક્ટોરિયા સ્ટેટે 2026ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાંથી પીછેહઠના મામલે સર્જાયેલા તમામ મતભેદોનો ઉકેલ લાવી દીધો છે. આ માટે વિક્ટોરિયા સ્ટેટ કોમનવેલ્થના પક્ષકારોને 243 મિલિયન અમેરિકન ડોલર આપવા સહમત થયું છે. પક્ષકારો એ મામલે પણ સહમત થયાં હતાં કે ગેમ્સના આયોજનમાં મલ્ટી હબ રિજિયોનલ મોડેલ કરતાં ટ્રેડિશનલ મોડેલ વધુ કિફાયતી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter