લંડનઃ યુકેના ગેટવિક એરપોર્ટથી પંજાબના અમૃતસરના શ્રી ગુરૂ રામદાસજી એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ 170માં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો. ગેટવિકથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું સફાઇકામ ચાલી રહ્યું હતું ત્યારે એક કર્મચારીને બોમ્બ શબ્દ લખેલો કાગળનો એક ટુકડો મળ્યો હતો. તેથી તેણે તરત ઉચ્ચ સત્તાવાળાઓને જાણ કરી હતી. સીઆઇએસએફની ટુકડીઓ દ્વારા પ્લેનને કોર્ડન કરીને બોમ્બ અંગે તપાસ કરાઇ હતી પરંતુ સર્ચ ઓપરેશનમાં કોઇ વાંધાજનક વસ્તુ મળી ન આવતાં આ ધમકીને અફવા ગણાવવામાં આવી હતી.


