ગ્રીનપીસના કાર્યકરોએ સુનાકના ઘરને કાળા કપડાંથી ઢાંકી દીધું

યુકે સરકારે ગ્રીન પીસને બ્લેકલિસ્ટ કરી

Tuesday 08th August 2023 11:30 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકના નોર્થ યોર્કશાયરના રિચમન્ડ ખાતેના પ્રાઇવેટ હોમની છત પર ચડી જઇને ગ્રીનપીસના કાર્યકરોએ નવા ઓઇલ અને ગેસ લાયસન્સ જારી કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રીનપીસના ચાર કાર્યકરો સીડી સાથે સુનાકના ઘરની છત પર ચડી ગયા હતા અને આખા ઘરને કાળા કપડાંથી ઢાંકીને વિરોધ નોંધાવ્યો હતો. બે કાર્યકર સુનાકના ઘરની આગળ બેનર લઇને ઊભા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે, રિશી સુનાક તમે શું ઇચ્છો છો... ઓઇલનો નફો કે અમારું ભવિષ્ય... આ સમયે પોલીસ પણ હાજર હતી. વડાપ્રધાનના પ્રાઇવેટ હોમને નિશાન બનાવવા બદલ ગ્રીનપીસની આકરી ટીકા થઇ રહી છે.

યુકેના ગ્રીનપીસ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ફિલિપ ઇવાન્સે જણાવ્યું હતું કે, અમે આપણા વડાપ્રધાન ક્લાઇમેટ લીડર બને તે જોવા ઉત્સુક છીએ. અમે વડાપ્રધાનને ક્લાઇમેટ આર્સનિસ્ટ તરીકે જોવા ઇચ્છતા નથી. એકતરફ પૂર અને દાવાનળ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યાં છે ત્યારે આપણા વડાપ્રધાન ઓઇલ અને ગેસ માટેના ડ્રિલિંગના કાર્યને વધુ વેગ આપી રહ્યાં છે.

બીજીતરફ યુકે સરકારે ગ્રીન પીસના કાર્યકરોની આ અવળચંડાઇને પગલે સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter