લંડનઃ યુકે સ્થિત એનઆરઆઇ માનવ તસ્કરી કરતી ગેંગ અને આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ રેકેટનો સરગણા હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિએ 42 મિલિયન પાઉન્ડ કરતાં વધુની રકમ વિદેશોમાં મોકલી આપી હોવાનો આરોપ છે. યુએઇમાં સ્થાયી થતાં પહેલાં 44 વર્ષીય ચરણ સિંહ હૌન્સલોમાં રહેતો હતો અને અહીં તેણે એક ક્રિમિનલ ગેંગ ઊભી કરી હતી. નેશનલ ક્રાઇમ એજન્સીએ ચરણસિંહ અને તેની ગેંગ સામે લાબો સમય તપાસ કરી હતી જેના પગલે ચ
રણ સિંહ અને તેના 15 સાથીદારોને દોષી ઠેરવાયા હતા. ક્રોયડોનની ક્રાઉન કોર્ટમાં હવે તેમની સજા પરની સુનાવણી હાથ ધરાઇ છે. એનસીએના જણાવ્યા અનુસાર ડ્રગ્સના વેચાણ, માનવ તસ્કરી દ્વારા આ ગેંગે તગડી કમાણી કરી હતી અને 42 મિલિયન પાઉન્ડ હવાલા દ્વારા વિદેશોમાં મોકલી આપ્યા હતા.


