જનતામાં આક્રોશઃ ઉલેઝ કેમેરાની વ્યાપક તોડફોડ

Tuesday 05th September 2023 12:14 EDT
 
 

લંડનઃ બૃહદ લંડનમાં ઉલેઝ વિસ્તરણ અંતર્ગત લગાવાયેલા 25 ટકા જેટલા કેમેરા તોફાનીઓ દ્વારા તોડી નાખવામાં આવ્યાં છે. ઉલેઝ ઝોનમાં વાહનો મોનિટર કરવા માટે લગાવાયેલા 1762 કેમેરા પૈકીના 450 કેમેરાને ક્યાં તો તોડી નંખાયા છે અથવા તો ગૂમ કરી દેવાયાં છે. ઉલેઝ વિસ્તરણ સામે જનતામાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જનતા દ્વારા કેમેરા પર રંગ ચોપડવામાં આવી રહ્યો છે, તોડફોડ કરવામાં આવી રહી છે, કેમેરા ચોરાઇ રહ્યાં છે અથવા તો તેના વાયર કાપી નાખવામાં આવ્યાં છે. મેટ પોલીસના જણાવ્યા અનુસાર આ વર્ષના પ્રારંભથી કેમેરાને નુકસાન પહોંચાડવાની 380 જેટલી ફરિયાદો મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter