લંડનઃ 18મી સદીમાં અંગ્રેજ સેનાઓને હંફાવનાર મૈસૂરના રાજા ટીપુ સુલતાનની હીરાજડિત તલવારની લંડનમાં ક્રિસ્ટી ઓક્શન હાઉસ ખાતે હરાજી કરાઇ હતી. 1 લાખ 800 પાઉન્ડમાં વેચાયેલી આ તલવાર ટીપુ સુલતાનના ભાથામાં મહત્વનું શસ્ત્ર ગણાતી હતી. શરૂઆતમાં આ તલવારની કિંમત દોઢથી બે લાખ પાઉન્ડ મૂકવામાં આવી હતી પરંતુ તેનો કોઇ લેવાલ મળ્યો નહોતો. હાલ આ તલવાર ખરીદનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. છેલ્લે આ તલવાર બ્રિટનના ઇલિયટ પરિવાર પાસે હતી. હરાજીના નાણાથી ઇલિયટ પરિવાર તેમની એસ્ટેટની મરામત કરાવશે.


