ટુગેધર એઝ વન ચેરિટીની રજત જયંતિની ઉજવણી

Tuesday 31st October 2023 12:45 EDT
 
 

લંડનઃ ચેરિટી સંસ્થા ટુગેધર એઝ વન દ્વારા તેની સ્થાપનાની રજત જયંતિની ઉજવણી કરાઇ હતી. આ સંસ્થા દ્વારા કરાતી પ્રવૃત્તિઓને પ્રિન્સ વિલિયમે પણ બિરદાવી છે. જાન્યુઆરી મહિનામાં તેમણે આ સંસ્થાની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. સ્લોઘમાં 1990ના દાયકામાં એશિયન જૂથો વચ્ચેની હિંસક અથડામણો અટકાવવામાં મદદરૂપ થવા માટે 25 વર્ષ અગાઉ આ ચેરિટીની સ્થાપના કરાઇ હતી. 1998માં એશિયન જૂથો વચ્ચેના રમખાણો ચરમ પર પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter