લંડનઃ એકતરફ બ્રિટનમાં પેલેસ્ટાઇન અને હમાસના સમર્થકો સડકો ગજવી રહ્યાં છે ત્યારે રવિવારે ટ્રાફલ્ગર સ્ક્વેર ખાતે ઇઝરાયેલમાં શાંતિ માટે પ્રાર્થનાના આહવાન સાથે દેખાવો કરાયાં હતાં. આ પ્રસંગે 7મી ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા 210 લોકોના નામ વાંચવામાં આવ્યાં તે પહેલાં હિબ્રુ પ્રાર્થના ગીત ઓશેહ શાલોમનું વાદન કરાયું હતું. આ પ્રસંગે ઇઝરાયેલના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.


