લંડનઃ બર્મિંગહામથી લંડન જતી ટ્રેનમાં એક મહિલા પર સેક્સ્યુઅલ એસોલ્ટ કરવાના આરોપસર ભારતીય મૂળના મુખન સિંહને 16 સપ્તાહ જેલની સજા ફટાકરવામાં આવી છે. મુખન સિંહે તેનો દોષ કબૂલ્યા બાદ તેને સાત વર્ષ માટે સેક્સ્યુઅલ ઓફેન્ડર રજિસ્ટર પર રાખવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. 2021માં બનેલી આ ઘટનામાં મુખન સિંહે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી એક મહિલા પર જાતીય હુમલો કર્યો હતો. વેસ્ટ મિડલેન્ડ્સના સેન્ડવેલ વિસ્તારના મુખન સિંહની લીમિન્ગ્ટન સ્ટેશન ખાતેથી ધરપકડ કરાઇ હતી.


