લંડનઃ હેસ્ટિંગ્સમાં તમાકુ અને વોડકાના ગેરકાયદેસર વેચાણ માટે 53 વર્ષીય દુકાન માલિક તહા ખેલાણીને 5000 પાઉન્ડનો દંડ ફટકારાયો છે. તેની પાસેથી જપ્ત કરાયેલી તમાકુની કાયદેસરની કિંમત 31,000 પાઉન્ડ હતી. ખેલાણીને ખટલા પાછળ ખર્ચ થયેલા 7620 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ અપાયો હતો. જો તે આ રકમ 6 મહિનામાં નહીં ચૂકવે તો 3 મહિનાની જેલ ભોગવવી પડશે.


