તમે યુકે અને ભારત વચ્ચેનો લિવિંગ બ્રિજ બનવા જઇ રહ્યાં છોઃ લોર્ડ બિલિમોરિયા

આપણા મૂલ્યોએ આ દેશના નિર્માણમાં યોગદાન આપ્યું છેઃ લોર્ડ રેમી રેન્જર

Tuesday 24th October 2023 12:26 EDT
 
 

લંડનઃ યુકેની 40 યુનિવર્સિટીઓમાં શાખા ધરાવતા ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત સમારોહમાં યુકેમાં અભ્યાસ કરવા આવેલા 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓનો આવકાર કરાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, તમે યુકે અને ભારત વચ્ચેનો લિવિંગ બ્રિજ બનવા જઇ રહ્યાં છો. ભારત વિશ્વની પાંચમી અને યુકે છઠ્ઠી સૌથી મોટી આર્થિક શક્તિ છે ત્યારે આ દેશમાં તમે અદ્દભૂત પ્રારંભ કરવા જઇ રહ્યાં છો. તે સાથે તમે એક ભારતીય પણ છો. આ બાબતો તમને આગળ વધવામાં ઘણી મદદરૂપ બનશે.

લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં મેઇન સ્ટ્રીમ મીડિયામાં યુકેને નકારાત્મક રીતે ચિતરવામાં આવી રહ્યો છે. તેમણે એ પ્રકારે કરવું જોઇએ નહીં. યુકે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ ધરાવે છે. અહીં અભ્યાસ કરીને ઘણા વિશ્વ નેતાઓ આગળ આવ્યાં છે. તમારી પાસે પણ તક છે. તેથી તેને ઝડપીને આગળ વધો.

આ પ્રસંગે લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે, વૈવિધ્યતામાં સામર્થ્ય છે. તમે બધા વિવિધ પશ્ચાદભૂમાંથી આવો છો. આપણે આ દેશમાં ખાલી હાથે આવ્યાં નથી. આપણે આ દેશને ઘણું આપ્યું છે. આપણા મૂલ્યોએ આ દેશનું નિર્માણ કરવામાં યોગદાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter