પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન જીબી ન્યૂઝ સાથે જોડાયા

Tuesday 31st October 2023 12:46 EDT
 
 

લંડનઃ પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જીબી ન્યૂઝ ચેનલ સાથે જોડાવાની જાહેરાત કરી છે. જીબી ન્યૂઝ પર તેઓ પોતાનો કાર્યક્રમ શરૂ કરશે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જ્હોન્સને જણાવ્યું હતું કે, હું નવી ચેનલ સાથે જોડાવાના કારણે ઘણો ઉત્સાહિત છું. મારા શો દ્વારા મને રાજનીતિ પરના મારા મંતવ્યો મુક્તપણે રજૂ કરવાની તક મળશે.

પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું મારા કાર્યક્રમમં રશિયાથઈ ચીન અને યુક્રેન યુદ્ધ સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરીશ. જેમાં આપણે પડકારોને કેવી રીતે પહોંચી વળી રહ્યાં છે ત્યાંથી લઇને ભવિષ્યમાં આપણી સમક્ષ કેવી તકો રહેલી છે તેની પણ ચર્ચા કરાશે.

જીબી ન્યૂઝે જણાવ્યું હતું કે જ્હોન્સન આગામી યુકે અને અમેરિકાની ચૂંટણીઓ પર પણ રિપોર્ટિંગ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter