પ્રિન્સ વિલિયમ આર્મી એર કોર્પ્સના કર્નલ ઇન ચીફ નિમાયા

પ્રિન્સેસ કેટની ફ્લીટ એર આર્મના કોમોડોર ઇન ચીફ પદે નિયુક્તિ

Tuesday 15th August 2023 12:27 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સે રોયલ ફેમિલીની મિલિટરી એપોઇન્ટમેન્ટ્સમાં ધરખમ બદલાવ કરતાં પ્રિન્સ વિલિયમને પ્રિન્સ હેરીના જૂના આર્મી યુનિટનું નેતૃત્વ સોંપતા રાજવી પરિવાર સાથે છેડો ફાડી નાખનાર પ્રિન્સ હેરીને વધુ એક ફટકો પડ્યો છે. કિંગ ચાર્લ્સે આર્મી એર કોર્પ્સના કર્નલ ઇન ચીફ તરીકે પ્રિન્સ વિલિયમની નિયુક્તિ કરી છે. પ્રિન્સ હેરીએ આજ યુનિટના અપાચે હેલિકોપ્ટર પાયલટ તરીકે અફઘાનિસ્તાનમાં ફરજ બજાવી હતી.

પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટને પણ કિંગ ચાર્લ્સે 3 નવી જવાબદારી સોંપી છે. પ્રિન્સેસ કેટને ફ્લીટ એર આર્મના કોમોડોર ઇન ચીફ જાહેર કરાયાં છે. અગાઉ આ હોદ્દો પ્રિન્સ એન્ડ્રુ પાસે હતો. ડચેસ ઓફ એડિનબરો સોફીને રોયલ આઇરિશ રેજિમેન્ટના કર્નલ ઇન ચીફ તરીકેની જવાબદારી સોંપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter