પ્રીત કૌર ગીલની લેબર શેડો કેબિનેટમાંથી હકાલપટ્ટી, લિસા નંદીને ડિમોટ કરાયાં

સાંસદ થંગમ ડેબોનેરને કલ્ચર, મીડિયા અને સ્પોર્ટના શેડો સેક્રેટરી નિયુક્ત કરાયાં

Tuesday 05th September 2023 11:51 EDT
 
 

લંડનઃ સંસદની આગામી ચૂંટણી અગાઉ કેર સ્ટાર્મરે લેબર પાર્ટીમાં હાથ ધરેલા બદલાવો અંતર્ગત બ્રિટનના સૌપ્રથમ મહિલા શીખ સાંસદ પ્રીત કૌર ગીલને લેબર પાર્ટીની શેડો કેબિનેટમાંથી દૂર કરાયાં છે. મૂળ ભારતના પંજાબના ગીલે 2017ની સંસદની ચૂંટણીમાં બર્મિંગહામ એજબેસ્ટન બેઠક પરથી વિજય હાંસલ કરી ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ તેમને લેબર પાર્ટીની શેડો કેબિનેટમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટરની જવાબદારી સોંપાઇ હતી.

પ્રીત કૌર ગીલની સાથે ભારતીય મૂળના વધુ એક લેબર સાંસદ લિસા નંદીને ડિમોટ કરીને ગીલની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ લેબર પાર્ટીની શેડો કેબિનેટમાં સેક્રેટરી ફોર લેવલિંગ અપ, હાઉસિંગ એન્ડ કોમ્યુનિટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. આ પહેલાં તેઓ શેડો ફોરેન સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે. આમ લેબરની શેડો કેબિનેટમાં હવે લિસા નંદી અને સાંસદ થંગમ ડેબોનેર એમ બે જ ભારતીય મૂળના સાંસદ રહી ગયાં છે. થંગમ ડેબોનેરને પ્રમોટ કરીને  કલ્ચર, મીડિયા અને સ્પોર્ટના શેડો સેક્રેટરી નિયુક્ત કરાયાં છે.

લેબરે લેસ્ટર ઇસ્ટ સીએલપીને નિયમોના ભંગ માટે સસ્પેન્ડ કરી

લેબર પાર્ટીએ નિયમોના ઉલ્લંઘન માટે લેસ્ટર ઇસ્ટ કન્સટિટ્યુઅન્સી લેબર પાર્ટીને સસ્પેન્ડ કરી નાખી છે. આ સીએલપીમાં સાંસદો કીથ વાઝ અને ક્લાઉડિયા વેબ જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. લેસ્ટર ઇસ્ટની સીએલપી સામે પાર્ટી હેડક્વાર્ટર દ્વારા ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter