લંડનઃ લંડનના મેયરપદની ત્રીજી ટર્મ માટે ઝૂકાવવા તૈયાર એવા મેયર સાદિક ખાને બોલિવૂડને ફરી એકવાર અમર, અકબર, એન્થની ફિલ્મનું નિર્માણ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે બોલિવૂડ માટે એક પ્રસ્તાવ છે. તે ફરી એકવાર અમર, અકબર, એન્થની ફિલ્મનું યુકેમાં નિર્માણ કરે કારણ કે અમારી પાસે ખ્રિસ્તી રાજા, મુસ્લિમ મેયર અને હિન્દુ વડાપ્રધાન છે. તે ફિલ્મમાં હું અમિતાભે ભજવેલી ભુમિકા ભજવીશ.


