બ્રિટનમાં અઢી વર્ષમાં 1000 યુએફઓએ દેખા દીધી હોવાનો દાવો

સૌથી વધુ યુએફઓ ગ્લાસગોમાં દેખાયા

Tuesday 15th August 2023 12:24 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં છેલ્લા 2.5 વર્ષમાં અંદાજિત 1000 યુએફઓએ દેખા દીધી હોવાનો દાવો કરાયો છે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, એલિયન્સ માનવીની નજરથી ઓઝલ રહેવા માટે આપણી સોલર સિસ્ટમની બહાર આવેલા ગાઢ અંધકાર ધરાવતા સ્થાનોમાં છૂપાઇ રહેતા હોઇ શકે છે. જાન્યુઆરી 2021 પછી સૌથી વધુ અને સૌથી ઓછા યુએફઓ દેખાયા હોય તેવા સ્થળોનો નક્શો તૈયાર કરાયો છે.

સ્પોટર વેબસાઇટ યુએફઓ આઇડેન્ટિફાઇડ પર જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 2.5 વર્ષમાં 957 યુએફઓ જોવા મળ્યા છે. સૌથી વધુ ગ્લાસગોમાં વર્ષ 2021માં 410, વર્ષ 2022માં 494 અને વર્ષ 2023માં 20 મે સુધીમાં 53 ઘટના નોંધાઇ હતી. તેમાં 25 ટકા ઘટનામાં તારા જેવી ચમકતી વસ્તુ, 17 ટકા ઘટનામાં ગોળાકાર વસ્તુ, 10 ટકામાં વૃત્તાકાર અને 9 ટકા ઘટનામાં સિલિન્ડર આકારના યુએફઓ જોવા મળ્યાં હતાં. વેબસાઇટ સાથે સંકળાયેલા એશ એલિસે જણાવ્યું હતું કે, યુએફઓ સંલગ્ન એવી ઘણી ઘટના હશે જે નોંધાઇ નથી.

તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસમાં વાયુ સેનાના પૂર્વ ગુપ્તચર અધિકારી મેજર ડેવિડ ગ્રશે દાવો કર્યો હતો કે અમેરિકા લાંબા સમયથી એલિયન્સ હોવા અંગેની માહિતી છૂપાવી રહ્યો છે. અમેરિકા યુએફઓના રિવર્સ એન્જિનિયરિંગનો કાર્યક્રમ ચલાવી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter