બ્રિટિશ સાંસદ તનમનજિતસિંહ ઢેસીને અમૃતસર એરપોર્ટ પર બે કલાક રોકી રખાયા

Tuesday 08th August 2023 11:06 EDT
 
 

લંડનઃ યુકેના સાંસદ તનમનજિતસિંહ ઢેસીને ભારતના પંજાબ રાજ્યના અમૃતસરના શ્રી ગુરૂ રામદાસજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બે કલાક રોકી રખાયા હતા. બ્રિટિશ સાંસદને શા માટે અટકાવી રખાયા હતા તે અંગે સત્તાવાળાઓ તરફથી કોઇ નિવેદન જારી કરાયું નહોતું પરંતુ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્લોઉના લેબર સાંસદ ઢેસી પાસે તેમનું ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ ન હતું.

તનમનજિતસિંહ ઢેસીને ઇમિગ્રેશન સત્તાવાળાઓએ બે કલાક સુધી એરપોર્ટ રોકી રાખ્યા બાદ જવાની પરવાનગી આપી હતી. પંજાબ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ સાંસદ ઢેસી ગુરુવારે સવારે 9 કલાકે બર્મિંગહામથી અમૃતસર પહોંચ્યા હતા પરંતુ તેમણે એરપોર્ટ ખાતે મુશ્કેલી પડી હોવાની કોઇ ફરિયાદ કરી નહોતી. એરપોર્ટ ખાતે તહેનાત અધિકારીએ જણાવ્યું હતું કે ઢેસી અંગત મુલાકાતે આવ્યા હતા અને તેમણે પોલીસ સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter