લંડનઃ સ્ટેફોર્ડશાયરના ટનસ્ટોલમાં 30 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ ધરાવતા સ્કોટિયા રોડ પર રોંગ સાઇડમાં આવીને પોતાની ઓડી કાર દ્વારા એક ફિયાટ કારને ટક્કર મારી બે મહિલાઓને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડવા માટે 27 વર્ષીય કદીમ ઝમાનને બે વર્ષની કેદ ફટકારવામાં આવી છે. સ્ટોક ઓન ટ્રેન્ટ ક્રાઉન કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં પોતે ભયજનક ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનો અપરાધ કદીમે સ્વીકારી લીધો હતો.


