લંડનઃ વર્ષ 2023-24 માટેની ચેવનિંગ સ્કોલરશિપ મેળવનારા 44 ભારતીય સ્કોલર માટે બ્રિટિશ હાઇ કમિશન દ્વારા નવી દિલ્હીમાં વિશેષ વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. આ 44 સ્કોલરમાં 22 મહિલાનો સમાવેશ થાય છે. ચેવનિંગ સ્કોલરશિપ મેળવનારામાં 50 ટકા કરતાં વધુ સ્કોલર ભારતના નાના શહેરોના વતની છે. આ સ્કોલરશિપ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને યુકેની કોઇપણ યુનિવર્સિટીમાં એક વર્ષનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે આર્થિક સહાય અપાય છે. આ વર્ષે પસંદ કરાયેલા સ્કોલર પૈકીના પાંચને અદાણી ગ્રુપ દ્વારા, પાંચને ટીવીએસ મોટર્સ, 3ને ઝારખંડ સરકાર, 3ને એચએસબીસી ઇન્ડિયા અને એકને એચયુએલ ઇન્ડિયા દ્વારા કો-સ્પોન્સર કરાયાં છે. સ્કોલરશિપ વિજેતા વિદ્યાર્થીઓને ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે, તમને વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ પૈકીની યુકેની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસની તક પ્રાપ્ત થઇ છે. હું ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ માટે પ્રોતસ્હાતિ કરતો રહીશ.


