ભારતને ગુલામ બનાવનારી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને જ મેં ખરીદી લીધીઃ સંજીવ મેહતા

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિક બનીને આઝાદીનો અનુભવ થયો હતોઃ સંજીવ મેહતા

Tuesday 15th August 2023 12:21 EDT
 
 

લંડનઃ  ભારત પર રાજ કરનારી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વર્તમાન માલિક સંજીવ મેહતા કહે છે કે, 2003ની વાત છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તત્કાલીન માલિકોએ ચા-કોફીના બિઝનેસ માટે મારો સંપર્ક કર્યો હતો. કંપનીના કોઇ પણ માલિક બ્રિટિશ ન હતા. સાથે સાથે તેમને આ કંપનીના ઇતિહાસ અંગે કોઇ માહિતી પણ ન હતી પરંતુ હું ભારતમાં આ કંપનીના ક્રૂર અને શોષક ઇતિહાસ અંગે બાળપણથી સાંભળી રહ્યો હતો. જેથી 2003થી જ કંપનીના શેર ખરીદવાની શરૂઆત થઇ હતી. છેવટે 2005માં તેના માલિક બનવામાં સફળતા મેળવી હતી. એક ભારતીય તરીકે તેના માલિક બનવાની બાબત મુક્તિદાયક અનુભવ છે. કારણ કે આ લોકોએ કોઇ સમયે આપણા પર શાસન કર્યું હતું. 15મી ઓગસ્ટ 2010ના દિવસે પ્રથમ સ્ટોરની શરૂઆત કરી. 2010 સુધી કંપનીમાં આશરે 124 કરોડનું રોકાણ કરીને કંપનીને ચા-કોફી જેવી લક્ઝરી બ્રાન્ડ તરીકે લોન્ચ કરી.મારા પરિવારના લોકો દેશની સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધીની સાથે સંઘર્ષમાં સામેલ હતા. ભૂતકાળની ખરાબ ચીજોને છોડીને સારી બાબતો સાથે આગળ વધવું જોઇએ. ઇસ્ટ ઇન્ડિયા આજે ગાંધીજીના આદર્શનું પ્રચાર કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter