ભારતીય મૂળના પરિવાર પર રોયલ મેઇલને 70 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવવાનો આરોપ

Tuesday 22nd August 2023 11:54 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના એક પરિવારે છેલ્લા એક દાયકાથી ફ્રોડ કરીને રોયલ મેઇલને 70 મિલિયન પાઉન્ડનો ચૂનો લગાવ્યો હોવાનો આરોપ મૂકાયો છે. પરમજિત સંધુ અને તેનો ભત્રીજો બલજિન્દર સંધુ બકિંગહામ શાયર અને બર્કશાયરમાં લોજિસ્ટિક કંપનીઓના નેટવર્ક દ્વારા પોસ્ટ કરાયેલી અંડર ડિકલેર્ડ પોસ્ટની યોજનાનો હિસ્સો હતા. તેના દ્વારા તેમણે મિલિયનો પાઉન્ડ ખિસ્સામાં સેરવી લીધાં હતાં. આ બંને આ ફ્રોડના માસ્ટર માઇન્ડ અને પેકપોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડના માલિક નરિન્દર સંધુના હાથ નીચે કામ કરતા હતા. નરિન્દરે પોતાનો અપરાધ કબૂલી લીધો છે.

પરમજિત ટાઇગર ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ લિમિટેડ અને વર્લ્ડવાઇડ ટ્રાન્સપોર્ટ એક્સપ્રેસ લિમિટેડનો ડિરેક્ટર હતો જ્યારે બલજિન્દર ગ્લોબલ એક્સપ્રેસ વર્લ્ડવાઇડ લિમિટેડની માલિકી ધરાવતો હતો. આ કંપનીઓની મદદથી તેઓ રોયલ મેઇલ સાથે છેતરપિંડી કરી રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter