મુંબઇના ગરીબ બાળકો સાથે રિશી સુનાક અને અક્ષતાની મુલાકાત

Tuesday 24th October 2023 12:21 EDT
 
 

લંડનઃ ગરીબ અને પછાત બાળકોમાં કામ કરતી સંસ્થા ઓસ્કાર ફાઉન્ડેશનના નેજા હેઠળ મુંબઇના કેટલાંક બાળકો ગયા સપ્તાહમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડાપ્રધાન રિશી સુનાકને મળ્યાં હતાં. મુલાકાત દરમિયાન બાળકોએ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ સમક્ષ તેમના જીવનના અનુભવ, શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા, ફૂટબોલની રમત પ્રત્યેના લગાવ જેવી રજૂઆતો કરી હતી. આ બાળકોને યુકેની એજ્યુકેશન ટૂર પર લવાયાં છે. અહીં તેઓ યુકેની શાળાના વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ મેચ પણ રમશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter