મોડી પડતી એમ્બ્યુલન્સ

Tuesday 30th December 2014 12:42 EST
 
 

લેબર પાર્ટી દ્વારા કરાયેલા સંશોધનોમાં બહાર આવ્યું છે કે ગત વર્ષના છ માસના ગાળામાં ખૂબજ ગંભીર માંદગી ધરાવતા ૨૧,૦૦૦ લોકોને નિયત સમયમાં એમ્બ્યુલન્સ સેવા મળી શકી નહોતી. નિયમ મુજબ પોણા ભાગના કેસમાં એમ્બ્યુલન્સ આઠ મિનિટ કરતા અોછા સમયમાં પહોંચવી જોઇએ. પરંતુ શેડો હેલ્થ સેક્રેટરીના જણાવ્યા મુજબ મે મહિનાથી નિયમીત રીતે મોડુ થાય છે.

ગત મે માસમાં 'રેડ વન' કોલના ૭૩.૧ % કેસમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ગઇ હતી. જે આંકડો નીચે સરકીને અોક્ટોબર માસમાં ૭૨.૧% નો થયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter