યુકેમાં આતંકવાદ સંબંધિત અપરાધો માટે રેકોર્ડ સંખ્યામાં સગીરોની ધરપકડ

ધરપકડ કરાયેલા દર પાંચમાંથી એક આરોપી સગીરઃ કાઉન્ટર ટેરરિઝમ પોલિસિંગ

Tuesday 08th August 2023 11:45 EDT
 

લંડનઃ યુકેમાં આતંકવાદ સંબંધિત અપરાધો માટે રેકોર્ડ સંખ્યામાં સગીરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આંકડા દર્શાવે છે કે ધરપકડ કરાયેલા દર પાંચમાંથી એક સગીર હોય છે. કાઉન્ટર ટેરરિઝમ પોલિસિંગના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ પર આતંકવાદ અને કટ્ટરવાદી વિચારધારાઓનું મટિરિયલ સરળતાથી ઉપલબ્ધ હોવાથી કટ્ટરવાદમાં સંડોવાયેલા 18 વર્ષની આસપાસના યુવાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

ઇન્ટરનેટના માધ્યમથી કટ્ટરવાદના પ્રચાર-પ્રસારે સત્તાવાળાઓને ચોંકાવી દીધાં છે. સીટીપીના વડા મેટ જ્યુક્સે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કટ્ટરવાદી વિચારધારાનું ઢગલાબંધ મટિરિયલ ઉપલબ્ધ છે. યુવાઓ ઇન્ટરનેટના આ અંધારા ખૂણાને વધુ ફંફોળતા રહે છે.

સરકાર દ્વારા 2015માં કાઉન્ટર ટેરર પ્રોગ્રામ શરૂ કરાયો હતો પરંતુ મુસ્લિમ સંગઠનોએ તેને ભેદભાવ કરનારો અને અન્યાયી ગણાવ્યો હતો. જોકે સીટીપી કહે છે કે આ પ્રોગ્રામથી કેટલાક વ્યક્તિઓને આતંકવાદમાં ધકેલાઇ જતાં બચાવી લેવાયાં છે.

કોરોના મહામારીએ આ સમસ્યાને વધુ વકરાવી છે. સામાજિક એકલતાના કારણે ઓનલાઇન એક્ટિવિટીમાં વધારો થતાં સગીરોની આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણી વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter