યુકેમાં ઓગસ્ટથી ફૂટપાથ પર વાહન પાર્ક કરનારને 50થી 150 પાઉન્ડનો દંડ

સમગ્ર દેશમાં હેવી ગૂડ્સ વ્હિકલ પાસેથી ઉઘરાવાતી લેવી ફરીથી અમલમાં

Tuesday 08th August 2023 11:20 EDT
 

લંડનઃ ઓગસ્ટ મહિનામાં સમગ્ર યુકેમાં ડ્રાઇવિંગના 3 કાયદામાં પરિવર્તન અમલમાં મૂકાઇ રહ્યું છે જેમાં સૌથી જાણીતો કાયદો લંડનમાં ઉલેઝનું વિસ્તરણ છે. ઉલેઝનું વિસ્તરણ તો ફક્ત બૃહદ લંડનમાં 29મી ઓગસ્ટથી અમલી બની રહ્યું છે પરંતુ અન્ય બે કાયદા સમગ્ર યુકેમાં અમલી બની રહ્યાં છે.

1 ફૂટપાથ પર વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ

ફૂટપાથ પર વાહન પાર્ક કરનાર વાહનચાલકોને હવે સ્થાનિક કાઉન્સિલો દંડ ફટકારી શકશે. આ માટે 50 પાઉન્ડથી માંડીને 150 પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે. 50 પાઉન્ડનો દંડ ચૂકવવા માટે 14 દિવસની મુદત અપાશે. 15થી 28 દિવસમાં દંડ ચૂકવનાર પાસેથી 100 પાઉન્ડ વસૂલાશે અને ત્યારબાદ પેનલ્ટી લાગુ કરાશે.

2 હેવી ગૂડ્સ વ્હિકલ લેવી

હવે 12 ટનથી વધુ વજન ધરાવતા હેવી ગૂડ્સ વ્હિકલે સડકને પડતા ઘસારા માટે લેવી ચૂકવવી પડશે. કોરોના કાળમાં સરકારે આ લેવી મોકુફ કરી દીધી હતી પરંતુ આ મહિનાથી હવે ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ફરી આ લેવીની ચૂકવણી કરવી પડશે.

3 ઉલેઝ અને ક્લીન એર ઝોન

લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોનનું વિસ્તરણ ઓગસ્ટમાં કરાશે. આ માટે યોગ્ય એમિશન સ્ટાન્ડર્ડ ન ધરાવતા અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનોએ પ્રતિ દિવસ 12 પાઉન્ડનો ઉલેઝ ચાર્જ ચૂકવવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter