યુકેમાં કોરોનાનો નવો વેવ, જનતાને માસ્ક પહેરવા નિષ્ણાતોની સલાહ

રસીની અસર નાબૂદ થઇ રહી છે, હોસ્પિટલો પર પ્રચંડ દબાણ સર્જાશે

Tuesday 22nd August 2023 11:56 EDT
 
 

લંડનઃ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે યુકેમાં કોરોનાનો નવો વેવ શરૂ થયો છે અને જનતાએ માસ્ક પહેરવા જોઇએ. તાજેતરના સપ્તાહોમાં હોસ્પિટલોમાં કોરોનાથી ગ્રસિત દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. કોરોનાની રસીની અસર હવે નાબૂદ થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવ્યો છે ત્યારે સરકારે આગામી શિયાળામાં 12 મિલિયન લોકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઇમર્જન્સીના સભ્ય ક્રિસ્ટિના પાગેલે જણાવ્યું છે કે કોરોનાના વાઇરસ સામેની ઇમ્યુનિટીમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સર્વેલન્સ વધારવામાં નહીં આવે તો આગામી શિયાળામાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેવના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા પર પ્રચંડ દબાણ સર્જાશે. એનએચએસમાં મોટી કટોકટી સર્જાઇ શકે છે. એકતરફ એનએચએસમાં સારવાર માટે વેઇટિંગ લિસ્ટ 7.5 મિલિયનને પાર કરી ગયું છે ત્યારે આ નવો બોજો એનએચએસ માટે માઠા સમાચાર પૂરવાર થઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter